• અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી

  • રાજકીય પક્ષના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

  • પોતપોતાની જીતના કર્યા દાવા

  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  • કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

અંકલેશ્વરમાં નગર સેવા સદનની આવનારી ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા.ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચેરી વિસ્તાર આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી.આ સાથે જ અંકલેશ્વર જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે પણ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની તપાસ અને પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી માટેનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.