/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-50.jpg)
કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની પાલનપુર ખાતે યોજાઈ રહેલી કારોબારી બેઠકમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ તમામ મોરચે નિષફળ ગયો હોઇ પ્રજા વચ્ચે જઇ શકે તેમ ન હોઈ કોંગ્રેસના ધારાસભ્યોને શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી તોડી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીનું સ્થાન અપાયું છે.ત્યારે પાલનપુર ખાતે કોંગ્રેસની કારોબારી બેઠકમાં આવેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બાબતે ભાજપને વખોડયો હતો.તેમને જણાવ્યું હતું કે ભાજપને પોતાના કાર્યકરો કે નેતાઓ પર વિશ્વાસ નથી.આજે ભાજપનો સાચો કાર્યકર દુઃખી છે.મુખ્યમંત્રી ખુદ ભાજપના સાશનમાં ભ્રષ્ટઆચાર થયો હોવાનું કબૂલે છે.જેથી પ્રજા વચ્ચે જઇ શકે તેમ નથી આથી કોંગ્રેસના સભ્યને તોડે છે.કોંગ્રેસ 122 વર્ષ જૂની પાર્ટી છે તે કોઈ કવા દાવા કરતી નથી.રાજ્ય સભાની ચૂંટણી વખતે ગમે તેવા કાવાદાવા કરવા છતાં ભાજપ પોતાના ઉમેદવારોને જીતાડી શકી નથી.આમ પ્રજા બધું સારી રીતે જાણે છે...