Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ACBનો સપાટો, રિજેક્ટ GST નંબર ચાલુ કરાવવા અધિકારીએ 50 હજાર માંગ્યા- બે મળતીયાઓ ઝડપાયા

સર્ટિફિકેટ બનાવનારે સમગ્ર બાબત ACBને જણાવતા ACBએ છટકું ગોઠવીને અધિકારીના બે ખાનગી માણસોને 35 હજાર સ્વીકારતાં ઝડપી પાડ્યાં હતા

અમદાવાદ: ACBનો સપાટો, રિજેક્ટ GST નંબર ચાલુ કરાવવા અધિકારીએ 50 હજાર માંગ્યા- બે મળતીયાઓ ઝડપાયા
X

રાજ્યમાં ફરીવાર લાંચ લેતા અધિકારી ના મળતિયાઓને ACBને ઝડપી લીધા છે. રાજ્યમાં દિવાળીના તહેવાર પહેલા જ લાંચિયા અધિકારીઓ ને ઝડપી પાડવા ACB સક્રિય થયું છે. ત્યારે કરવેરા વિભાગમાં ફરજ બજાવતા અધિકારીને GST સર્ટિફિકેટ બનાવી આપવા માટે 50 હજારની લાંચ માંગી હતી.

આ દરમિયાન સર્ટિફિકેટ બનાવનારે સમગ્ર બાબત ACBને જણાવતા ACBએ છટકું ગોઠવીને અધિકારીના બે ખાનગી માણસોને 35 હજાર સ્વીકારતાં ઝડપી પાડ્યાં હતા.અમદાવાદમાં કન્સ્ટ્રક્શન નો વ્યવસાય કરતા વેપારીએ પોતાના GST નંબર રિજેક્ટ થઈ જતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કુણાલ અગ્રવાલ અને આશિષ પાસે GST નંબરની અપીલ કરાવી હતી. રાજ્ય કરવેરા ભવનમાં વર્ગ-2માં ફરજ બજાવતા અધિકારી ગૌરાંગ વસોયાએ વેપારી પાસેથી 50 હજારની માંગણી કરી હોવાની વાત સીએ દ્વારા વેપારીને કરવામાં આવી હતી.આ માટે બંને વ્યક્તિ વેપારીને રાજ્ય કરવેરા અધિકારી ગૌરાંગ પાસે લઈ ગયા હતાં અને આખી ડીલ 35 હજારમાં નક્કી થઈ હતી.વેપારી પાસે આટલી મોટી રકમની લાંચ માંગતા વેપારીએ આ અંગે ACBને જાણ કરી દીધી હતી. જેથી ACBએ છટકું ગોઠવીને બે આરોપીની ધરપકડ કરી હતી. તેમણે આરોપી અધિકારી ગૌરાંગ વતી 35 હજાર રૂપિયા સ્વીકાર્યા હતા. આરોપી અધિકારી ગૌરાંગ હાલમાં રજા પર ઉતરી ગયો હોવાથી તેને શોધવા ACBની ટીમે પ્રયત્નો શરૂ કરી દીધા છે.

Next Story