અમેરિકામાં 6 વર્ષથી પ્રતિબંધિત હતી ગીરની પ્રખ્યાત કેસર કેરી, અમરેલીના ખેડૂતની જહેમતે વિદેશીઓએ ચાખ્યો કેરીનો સ્વાદ

ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે

New Update
a

ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે, ત્યારે વિદેશમાં કેસર કેરી પહોચાડવા એક શિક્ષકની જહેમતે અમેરિકામાં પ્રતિબંધિત કેરીઓ શરૂ કરાવવા અમેરિકા-ભારત વચ્ચેના કરારો કરાવી કેસર કેરી અમેરિકાના વાઇટ હાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદ્રા ગામના વતની મધુ સવાણી 150 વીઘા વાડીમાં 10 હજાર આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 -300 ગ્રામની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરી ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે. દામનગર ખાતે શિક્ષકની નોકરી કરી દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાયી કરવા નોકરીમાંથી રાજીનામુ આપી અમેરિકા ગયા, પુત્રોને ભણાવ્યા અને અમેરિકામાં સ્થાયી કરી ફરી દેશપ્રેમ તેઓને પરત ભારત લઈ આવ્યો. વતનમાં ખેતીકામ શરૂ કર્યું અને અમેરિકા દીકરાને મળવા ગયા, ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચી પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડીને કેરીઓ ફેંકાવી દીધી હતી. કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ન શક્યા અને કેસર કેરીઓ કેમ અમેરિકામાં નથી આવતી એ જાણતા અમેરિકાએ અમુક નિયમોને લઈને આ કેરીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જાણવા મળ્યું. એમના દીકરા ડો. ભાસ્કર સવાણી દ્વારા વ્હાઇટ હાઉસથી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001થી 2007 સુધી મહેનત કરીને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું અને અમેરિકાએ 183 જેટલી પૂર્તત્તા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી આપી હતી, ત્યારે કેસર કેરીના બગીચામાં 10 હજાર આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે. કેરીઓની કાળજી રાખતા મજુરો પર નજર રાખે છે, જ્યારે કેસર કેરી એ ફળોમાં રાણી ગણાય છે. જે કેસર કેરીઓ 2007માં અમેરિકા પહોચાડવામાં બહુ જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. કેસર કેરી અને આલ્ફાન્ઝો રત્નાપૂરી કેરીઓનું 300 ગ્રામનું ફળ પ્રથમ એક કેરેટમાં કેરીઓ જમાં કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે. ત્યાં ગ્રેડેશન થયા બાદ લસણગામાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોચાડવામાં આવે છે. પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી, ત્યારે વ્હાઇટ હાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે રાણી એલીજાબેથના પુત્રવધૂએ પણ કેરીઓનો સ્વાદ માળ્યો હતો. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા, ત્યારે PM મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એજ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી PM મોદીને ભોજનમાં પીરસી હતી. આમ અમરેલીની કેસર કેરીઓ અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.