બ્રિટનના પીએમ બોરિસ જોન્સન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યાં છે. બોરિસ જ્હોન્સન ગુજરાત આવનાર પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ સાથે બેઠક કરશે તથા ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે. 21 એપ્રિલ તેઓ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રે સાડા નવ વાગ્યે તેઓ દિલ્હી રવાના થઈ જશે.આ સાડા તેર કલાકની મુલાકાતમાં તેઓ માત્ર એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળશે. બાદમાં હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે.અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જ્હોન્સન નું સ્વાગત કરશે. બોરિસ જ્હોન્સન સૌ પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.
બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશીપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરા હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જ્હોન્સન ની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું ટાઈમ શેડ્યુલ્ડ જાહેર કરવામાં આવ્યું નથી. સુત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલ દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે બ્રિટન યુરોપીય સંઘથી જોડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપાર થી જ્હોન્સન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે. ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા નોકરી ના અવસરો નું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170