હોળીના અવસર પર દેશભરમાં જુદી જુદી તારીખો પર બેન્કને રજા રહેશે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય સ્થગિત કરી રહ્યાં છો, તો તેને તરત જ પતાવી દો.
જો, તમે લાંબા સમયથી બેન્કને લગતું કોઈપણ કામ સ્થગિત કરી રહ્યાં છો, તો તેને તાત્કાલિક પૂર્ણ કરો, કારણ કે હોળી અને ઘણા મોટા તહેવારોને કારણે બેન્કો આગામી દિવસોમાં બંધ રહેવાની છે. આવી સ્થિતિમાં તમારું કામ અટકી શકે છે, અને તેમાં વિલંબ થઈ શકે છે. જેના કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈના બેંકિંગ કેલેન્ડર મુજબ હોલિકા દહનના અવસર પર કેટલાક રાજ્યોમાં તા. 7 માર્ચ, 2023 (મંગળવાર)ના રોજ બેન્કો બંધ છે. જેમાં દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પણજી, રાંચી અને શ્રીનગરના નામ સામેલ છે. તે જ સમયે, અગરતલા, અમદાવાદ, આઇઝોલ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન અને ગંગટોક સહિતના કેટલાક શહેરોમાં હોળીના કારણે તા. 8 માર્ચ (બુધવાર)ના રોજ બેન્કો બંધ રહેશે. તેમજ તા. 9 માર્ચે હોળીના કારણે બિહારમાં બીજા દિવસે પણ બેન્કો બંધ રહેશે.
-માર્ચમાં બેન્કો 12 દિવસ બંધ રહેશે...
3 માર્ચ, 2023 - છપચાર નિમિત્તે આઈઝોલમાં બેંકો બંધ રહેશે.
5 માર્ચ, 2023 - રવિવારની રજા
7 માર્ચ, 2023 - હોળીના અવસર પર હારાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પણજી, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
8 માર્ચ, 2023 - હોળીના અવસર પર, અગરતલા, અમદાવાદ, આઈઝોલ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન અને ગંગટોકમાં બેંક રજા રહેશે.
9 માર્ચ, 2023- બિહારમાં હોળીના કારણે બીજા દિવસે બેંકો બંધ રહેશે.
11 માર્ચ 2023 - બીજા શનિવારે બેંકો બંધ રહેશે.
12 માર્ચ, 2023- બેંકોમાં રવિવારે રજા રહેશે.
19 માર્ચ, 2023 - રવિવાર બેંકની રજા રહેશે.
22 માર્ચ, 2023 - બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી, પટના અને શ્રીનગરમાં ગુડી પડવા / ઉગાદી / બિહાર દિવસ / સાજીબુ નોંગમાપંબા / પ્રથમ નવરાત્રિ નિમિત્તે બેંક બંધ / તેલુગુ નવા વર્ષનો દિવસ રહેશે
25 માર્ચ 2023 - ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.
26 માર્ચ, 2023 - રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
30 માર્ચ, 2023- રામ નવમીના કારણે બેંકોમાં રજા રહેશે.
જોકે, બેન્કોની રજા હોવા છતાં, તમામ ઓનલાઈન અને એટીએમ સેવાઓ ચાલુ રહેશે. તમે ઓનલાઈન ઉપલબ્ધ તમામ સુવિધાઓનો લાભ લઈ શકો છો. આ સાથે તમે ATMમાંથી પૈસા વગેરે પણ ઉપાડી શકો છો.