Connect Gujarat
બિઝનેસ

ઓછી કિંમતે ઘર ખરીદવાનો મોકો આપી રહી છે બેંક ઓફ બરોડા, જાણો અરજીની પ્રક્રિયા

જો તમે સસ્તામાં ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બેંક ઑફ બરોડા તમારા માટે ખાસ ઑફર લાવી છે.

ઓછી કિંમતે ઘર ખરીદવાનો મોકો આપી રહી છે બેંક ઓફ બરોડા, જાણો અરજીની પ્રક્રિયા
X

જો તમે સસ્તામાં ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બેંક ઑફ બરોડા તમારા માટે ખાસ ઑફર લાવી છે. આ ઑફરમાં તમને ઓછી કિંમતે ઘર ખરીદવાનો મોકો મળશે. BOB પ્રોપર્ટીનો હરાજી કરવા જઈ રહી છે. આ હરાજી 16મી નવેમ્બરથી શરૂ થશે. આ એવી પ્રોપર્ટી છે જે ડિફૉલ્ટની યાદીમાં આવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે IBAPI તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. બેંક ઑફ બરોડા જે પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે તેમાં રહેણાંક મકાનો, કૉમર્શિયલ બિલ્ડિંગ્સ અને ખેતીની સંપત્તિનો સમાવેશ થાય છે.

બેંક ઑફ બરોડાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી છે. બેંક તરફથી ટ્વિટ કરીને લખવામાં આવ્યું છે કે 16 નવેમ્બર, 2021ના રોજ મેગા ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિની હરાજી કરવામાં આવશે. અહીં તમે યોગ્ય કિંમતમાં સંપત્તિની ખરીદી કરી શકો છો.

બેંક ઑફ બરોડાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી છે

બેંક ઑફ બરોડાના મેગા ઈ ઑક્શન માટે ઇચ્છુક લોકોએ e-Bkray પોર્ટલ https://ibapi.in/ પર નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ પર 'બિડર્સ રજિસ્ટ્રેશન' પર ક્લિક કર્યાં બાદ મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી મારફતે નોંધણી કરાવી શકાય છે.

બિડરે જરૂરી KYC ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. KYC દસ્તાવેજોની ઈ હરાજી સર્વિસ પ્રોવાઇડર તરફથી ખરાઈ કરવામાં આવશે. આ માટે બે દિવસનો સમય લાગી શકે છે.

પ્રોપર્ટી હરાજી માટે વધુ જાણકારી માટે તમે આ લિંક https://www.bankofbaroda.in/e-auction.htm?utm_source=SM&utm_medium=Post&utm_campaign=MegaAuction_km પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો.

ઉલ્લેખનીય છે કે લોન પર લીધેલી સંપત્તિના કેસમાં જ્યારે સંપત્તિનો માલિક લોનની રકમ નથી ચૂકવતી ત્યારે આવી સંપત્તિ નોટિસ આપીને વિધિવત રીતે જપ્ત કરવામાં આવે છે. જે બાદમાં આવી સંપત્તિની હરાજી કરવામાં આવતી હોય છે. સંપત્તિની હરાજી કરીને બેંક પોતાની બાકીની રકમ વસૂલ કરતી હોય છે.

Next Story