Connect Gujarat
બિઝનેસ

બ્લેક મન્ડે : શેરબજારમાં કડાકા સાથે ગુજરાતી રોકાણકારોના અંદાજિત 1 લાખ કરોડ ડૂબ્યા

જાણકારોના મતે શેરબજાર તૂટતાં સોમવારે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા છે.

બ્લેક મન્ડે : શેરબજારમાં કડાકા સાથે ગુજરાતી રોકાણકારોના અંદાજિત 1 લાખ કરોડ ડૂબ્યા
X

ભારતીય શેરબજારોમાં સોમવારે દિવસ દરમિયાન કડાકો બોલી ગયો હતો. જાણકારોના મતે શેરબજાર તૂટતાં સોમવારે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે ભારતીય ઇક્વિટીમાં સમગ્ર બજારમાં વેચવાલીનું તીવ્ર દબાણ જોવા મળ્યું હતું, કારણ કે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 2.70% અને સેન્સેક્સ 2.62% ઘટ્યો હતો. એની પાછળ ગુજરાતની અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, અરવિંદ, ઈન્ફિબીમ સહિતની કંપનીઓના સ્ટોક્સમાં પણ 9% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં રોકાણના મામલે ગુજરાત પહેલેથી જ ઘણું આગળ છે. ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓની હિસ્સેદારી 10%ની આસપાસ છે. આજે સોમવારે માર્કેટ ક્રેશ થતાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 9.50 લાખ કરોડનું ધોવાણ થયું છે, એ હિસાબે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 80,000 કરોડથી રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા હોઈ શકે છે. ભારતીય શેરબજારમાં 1 કરોડથી વધુ રોકાણકારો ગુજરાતીમાં છે. ગુજરાતની કંપનીઓ જે સેક્ટરમાં સક્રિય છે એ તમામ ક્ષેત્રો અને શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પગલે અહીંની કંપનીઓના શેર્સમાં પણ નકારાત્મકતા જોવા મળી હતી. વર્તમાન બજારના વલણને જોતાં એ આગામી દિવસોમાં પણ આ કંપનીઓમાં અસ્થિર રહી શકે છે.

Next Story