અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ,સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ માટે સરકારી અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ

અમેરિકાના આરોપ બાદ અદાણીએ પોતાના 600 મિલિયન ડોલરનો બોન્ડ રદ કરવાની જાહેરાત કરી છે.જોકે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપ બાદ શેર માર્કેટમાં પણ ભારે પછડાટ જોવા મળી છે

New Update
Gautam Adani Case
Advertisment

ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર (આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Advertisment

અમેરિકાના પ્રોસિક્યુટરનો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો.આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000 અબજ ડોલરથી વધુનો નફો થવાની આશા હતી.   

જોકે સમગ્ર આરોપ મામલે અદાણી ગ્રુપ તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી જ નહીં સાત લોકો પર અબજો ડોલરની છેતરપિંડી તથા રૂશ્વતનો આરોપ લગાવ્યો છે. ભારતીય અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનું ફંડ અદાણીએ અમેરિકામાંથી ભેગું કરવાનું નક્કી કર્યું અને અમેરિકન તથા વિદેશી રોકાણકારો તથા બેંકો સામે જૂઠ્ઠું બોલવાનો પણ આરોપ છે. 

આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આ કેસમાં સિરિલ કેબનેસસૌરભ અગ્રવાલદિપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

અમેરિકાના આરોપ બાદ અદાણીએ પોતાના 600 મિલિયન ડોલરનો બોન્ડ રદ કરવાની જાહેરાત કરી છે.જોકે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપ બાદ શેર માર્કેટમાં પણ ભારે પછડાટ જોવા મળી છે. જ્યારે ઘટનામાં કોંગ્રેસ દ્વારા અદાણી સામે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માંગ કરી હતી.

Latest Stories