Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં બુલ રન: પ્રથમ વખત સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર

શેરબજારમાં બુલ રન: પ્રથમ વખત સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર
X

ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

Next Story