Connect Gujarat
બિઝનેસ

દેશના બજેટની જાહેરાત બાદ સોનું થયું સસ્તુ,વાંચો આજના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલીવરીવાળા સોનાના ભાવમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે.

દેશના બજેટની જાહેરાત બાદ સોનું થયું સસ્તુ,વાંચો આજના ભાવ
X

જો તમે પણ સોનુ-ચાંદી ખરીદવાનું મન બનાવી રહ્યાં છો આ તમારા માટે શ્રેષ્ઠ તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલીવરીવાળા સોનાના ભાવમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે. ચાંદી પણ 0.01 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહી છે. મોટા ઘટાડાની સાથે એપ્રિલ ડિલીવરીવાળા સોનાની કિંમત આજે 0.25 ટકાના ઘટાડાની સાથે 47,792 રૂપિયા 10 ગ્રામ દીઠ વ્યાપાર કરી રહી છે. તો ચાંદી 0.01 ટકાથી નીચે ઉતરી 61,351 રૂપિયા પ્રતિ કિલોએ સ્થિર છે.

સોનુ પોતાના રેકોર્ડથી 8400 રૂપિયા સસ્તુ છે. વર્ષ 2020માં અત્યારે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચ સ્તરે છે. પરંતુ આજે સોનુ ડિસેમ્બર વાયદા MCX પર 47,792 રૂપિયા 10 ગ્રામના સ્તરે સ્થિર છે. એટલેકે હજી પણ લગભગ 8400 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

Next Story