તહેવારમાં મોંઘવારીનો માર,ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ

તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે.

New Update
તહેવારમાં મોંઘવારીનો માર,ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બા માં રૂપિયા 30નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 3 હજાર રૂપિયા વટાવી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500એ પહોંચી ગયો છે.

Advertisment

તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. સિંગતેલ નો ભાવ રૂપિયા 3050 થયો છે. તો 30 રૂપિયા વધારા બાદ કપાસિયા તેલના નવો ભાવ 2500 થયો છે. જોકે, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. આવી રીતે ભાવ વધતા રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બની જશે. આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું હતું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બા નો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે

Advertisment
Latest Stories