ચૂંટણીના પરિણામો પહેલા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. સતત 4 ટ્રેડિંગ સેશનથી બજારની વધઘટ ચાલુ રહી છે. માર્કેટમાં ચાલી રહેલી વધઘટના કારણે રોકાણકારોને પણ નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા સપ્તાહે બજારના બંને સૂચકાંકો સર્વકાલીન ઊંચા સ્તરે હતા. આ સપ્તાહે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
આજે BSE સેન્સેક્સ 227.31 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 74,275.59 પર ટ્રેડ કરી રહ્યો હતો. વ્યાપક NSE નિફ્ટી શરૂઆતના કારોબારમાં 62.20 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટીને 22,642.50 પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા અને બજાજ ફિનસર્વના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને એચડીએફસી બેન્કના શેર્સ ટોપ ગેઇનર હતા.