રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસીના શેરમાં સતત ખરીદી ચાલુ રાખ્યા બાદ શરૂઆતના ટ્રેડિંગમાં બંને શેરબજારના સૂચકાંકો વધ્યા હતા.
શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 287.56 પોઈન્ટ વધીને 80,724.40 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 97.65 પોઈન્ટ વધીને 24,638.80 પર પહોંચ્યો હતો. જોકે, બાદમાં બજારે સીમિત રેન્જમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
સવારે 10.35 વાગ્યે સેન્સેક્સ 8.12 પોઈન્ટ અથવા 0.01 ટકા વધીને 80,444.96 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 21.75 પોઈન્ટ અથવા 0.09 ટકાના વધારા સાથે 24,562.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, ટાઈટન, ટાટા સ્ટીલ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ટાટા મોટર્સ અને ભારતી એરટેલના શેર લાલ નિશાનમાં છે.