RBIએ રેપો રેટ સાથે ઘણી કરી જાહેરાત, વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં..!

MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.

New Update
RBIએ રેપો રેટ સાથે ઘણી કરી જાહેરાત, વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં..!

MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી. આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં દેશમાં જીડીપી ગ્રોથમાં વધારો જોવા મળશે.

નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2જી અને 3જી મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને RBIએ રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે, 2020 પછી થયો છે. આ પછી 6 થી 8 જૂન દરમિયાન યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.

સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો હતો.


Latest Stories