સરલ પેન્શન પ્લાન LICએ કર્યો લોન્ચ; 6 મહિના બાદ લઈ શકો છો લોન

New Update

ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ 1 જુલાઈ, 2021થી એલઆઇસીની સરલ પેન્શન યોજના (Saral Pension Plan) લૉન્ચ કરી છે. આ નોન-લિંક્ડ, સિંગલ પ્રીમિયમ યોજના હશે. તે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના દિશા-નિર્દેશો અનુસાર Immediate Annuity plan છે. આ પ્લાનમાં તમામ જીવન વીમાકર્તાઓ માટે સમાન નિયમો અને શરતો લાગુ પડશે. LICના આ પ્લાન હેઠળ પોલિસીધારકની પાસે સિંગલ પ્રીમિયમ ચૂકવણી કરવાના ઉપલબ્ધ બે વિકલ્પમાંથી એન્યુટી પસંદ કરવાનો વિકલ્પ છે. આ સ્કીમમાં પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના બાદ કોઈ પણ સમયે લોન મળી શકશે.

Advertisment

પહેલો વિકલ્પ Life Annuity ખરીદ મૂલ્યના 100 ટકાની વાપસી સાથેનો છે. જ્યારે બીજો વિકલ્પ last Survivorના મૃત્યુ પર ખરીદ મૂલ્યના 100 ટકાની વાપસી સાથે Joint Life Last survivor annuityની સાથે છે. તેમાં પોલિસીની શરૂઆતમાં વાર્ષિક દરોની ગેરન્ટી છે અને Annuity સમગ્ર જીવન કાળમાં મળવા પ્રાપ્ત છે.

આ પ્લાનને ઓફલાઇન કે ઓનલાઇન www.licindia.in ની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. પ્લાન હેઠળ minimum Annuity 12,000 પ્રતિ વર્ષ છે. લઘુત્તમ ખરીદ મૂલ્ય એન્યૂઅલ મોડ, પસંદ કરવામાં આવેલા વિકલ્પ અને પોલિસી લેનારની ઉંમર પર આધારિત રહેશે. તેમાં મહત્તમ ખરીદી મૂલ્યની કોઈ મર્યાદા નથી રાખવામાં આવી. આ યોજના 40થી 80 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે.

વીમાધારક પોલિસી લેતાં જ તેમનું પેન્શન શરુ થઈ જશે. Immidiate Annuityને તમે Immidiate Pension પણ કહી શકો છો. હવે તે પોલિસીધારક પર નિર્ભર કરશે કે પેન્શન દર મહિને જોઈએ છે કે ક્વાર્ટરલી, હાફ યરલી કે યરલી. જો દર મહિને પેન્શન જોઈએ છે તો મંથલી ઓપ્શન પસંદ કરવાનો રહેશે. આવી જ રીતે અન્ય વિકલ્પ માટે પસંદગી કરવાની રહેશે.

Advertisment