Connect Gujarat
બિઝનેસ

શેરબજાર ઓપનિંગ: સેન્સેક્સમાં 300 પોઈન્ટ્સનો ઉછાળો, નિફ્ટી આટલાં હજારને પાર

સેન્સેક્સના 30માંથી 28 શેરો તેજી સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે

શેરબજાર ઓપનિંગ: સેન્સેક્સમાં 300 પોઈન્ટ્સનો ઉછાળો, નિફ્ટી આટલાં હજારને પાર
X

નવા બિઝનેસ સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શેરબજારમાં થોડી તેજી જોવા મળી રહી છે અને નવા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી ધીમી ગતિએ ચઢી રહ્યા છે. આ સાથે જ SGX નિફ્ટીમાં થોડા વધારાએ પણ સંકેત આપી દીધા છે કે આજે ભારતીય શેરબજાર વધારા સાથે થશે. આજના કારોબારમાં, BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 391.8 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 61,446.09 પર ખૂલ્યો અને બીજી તરફ NSE નો નિફ્ટી 107.3 પોઈન્ટ એટલે કે 0.29 ટકાના વધારા સાથે 18,176.30 ના સ્તર પર ખુલ્યો છે. સેન્સેક્સના 30માંથી 28 શેરો તેજી સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 40 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 10 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

Next Story