રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..!

22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.

New Update
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..!

22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે. તમને જણાવી દઈએ કે શનિવાર, 20 જાન્યુઆરીએ શેરબજાર સમગ્ર સત્ર માટે ખુલ્લું હતું. આજે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) સાથે ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને SLB પણ સંપૂર્ણપણે બંધ રહેશે.

આ સિવાય, કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

અયોધ્યાના રામ મંદિરમાં આજે અભિષેકનો કાર્યક્રમ છે. આ સમારોહમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામ લાલાને અભિષેક કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના અનેક બિઝનેસ લીડર્સ સાથે અનેક ફિલ્મ સ્ટાર્સ પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે. તેઓ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે અયોધ્યા પહોંચશે.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે BSE અને NSE બંધ છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં જાહેર રજાઓ પણ જાહેર કરવામાં આવી છે. તે જ સમયે, ઘણા રાજ્યોમાં, સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બપોરે 2.30 વાગ્યા પછી ખુલશે.

આ અઠવાડિયે શેરબજાર માત્ર 3 દિવસ માટે ખુલ્લું રહેશે.  26 જાન્યુઆરી 2024 ના ગણતંત્ર દિવસના અવસર પર બજાર પણ બંધ રહેશે. ગણતંત્ર દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા છે.

Read the Next Article

આજે ફરી સોનાનો ભાવ ઘટ્યો ! ચાંદી પણ થઈ સસ્તી, જાણો કિંમત

17 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બજાર ખુલતાની સાથે જ સોનના ભાવમાં ઘટી ગયા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો નવીનતમ ભાવ શું છે?

New Update
goldpricetoday

17 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બજાર ખુલતાની સાથે જ સોનના ભાવમાં ઘટી ગયા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો નવીનતમ ભાવ શું છે?

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જોકે 17 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટી ગયા છે. વી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો નવીનતમ ભાવ શું છે?

17 જુલાઈ ગુરુવારના રોજ સોનાના 24 કેરેટ સોનાના ભાવ 1 લાખથી ઘટીને 99,500ની આસપાસ પહોંચ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,420 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,990 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,270 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,040 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,320 રૂપિયા છે.

સોનાની સાથે ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. આજે 17 જુલાઈ ગુરુવારના રોજ ચાંદીનો ભાવ 1,13,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

Business | Today Gold Rate | Gold and silver prices