Connect Gujarat
બિઝનેસ

કર્ણાટકમાં ટામેટાની કિંમત રૂ. 20 પ્રતિ કિલો, પુરવઠામાં સુધારાને કારણે ભાવમાં થયો ઘટાડો...

કર્ણાટકના કેટલાક ભાગોમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે કર્ણાટકમાં ટામેટાની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

કર્ણાટકમાં ટામેટાની કિંમત રૂ. 20 પ્રતિ કિલો, પુરવઠામાં સુધારાને કારણે ભાવમાં થયો ઘટાડો...
X

કર્ણાટકના કેટલાક ભાગોમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે કર્ણાટકમાં ટામેટાની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેટલાક અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, ટામેટાના યોગ્ય સપ્લાયને કારણે તેના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ગયા મહિને મૈસૂર એપીએમસીમાં જથ્થાબંધ ભાવે ટામેટાનો સૌથી વધુ ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો હતો.

દેશભરમાં ટામેટાંના ભાવને લઈને હોબાળો મચી ગયો હતો. તે જ સમયે, હવે ટામેટાના ભાવમાં કેટલાક અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. જે હવે કર્ણાટકમાં ઘટી છે. મૈસૂર એપીએમસીના સચિવ એમઆર કુમારસ્વામીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે ટામેટાની સરેરાશ કિંમત 18થી 20 રૂપિયા પ્રતિ કિલો હતી કારણ કે, હવે ટામેટાનો પુરવઠો સુધર્યો છે. જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. માહિતી આપતાં બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત મહિનાની સરખામણીએ કોમોડિટીના પુરવઠામાં 2થી 3 ગણો સુધારો થયો છે, જેના કારણે તેના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. કુમારસ્વામીએ કહ્યું કે, ગયા મહિને મૈસૂર એપીએમસીમાં જથ્થાબંધ દરે ટમેટાની સૌથી વધુ કિંમત 140 રૂપિયા પ્રતિ કિલો હતી.

Next Story