/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29160511/02-12.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્લામિક દેશોમાં અત્યાચારનો ભોગ બની ભારતમાં શરણ લેનારાઓને નાગરિકતા આપવા માટે બનાવવામાં આવેલા કાયદો CAA ને સમર્થન આપવા માટે જંબુસર ખાતે વિ.હિ.પ.,બજરંગદળ દ્વારા રેલી યોજાઇ હતી.
કબીર મંદિર કાવા ભાગોથી શરૂ થયેલી રેલી નગરના
માર્ગો પર ફરી કાવા ભાગોળ પરત ફરી હતી. રેલીમાં
જંબુસર નગરના દેશભક્ત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વી સપોર્ટ CAA ના સૂત્રોચ્ચારથી
જંબુસરને ગજાવી દીધું હતું.
રેલીને પૂર્ણાહુતી સમયે ગુજરાત વિચાર મંચના
મંત્રી વિજય શાહે ઉપસ્થિત મેદનીને ટૂંક
સંબોધન કરી CAA કાયદો શું છે તે સરળ ભાષામાં સમજાવ્યું હતું તથા
રાષ્ટ્રહિતના આ કાયદાના સમર્થનમાં પ્રત્યેક વ્યક્તિએ ઊભું રહેવું જોઈએ તેમ કહ્યું
હતું.
કાર્યક્રમમાં RSSના વિભાગ
સહ સેવા પ્રમુખ નિલેશ ભાવસાર ,વિહિપના દ.ગુ.પ્રાંત સત્સંગ
સંયોજક ગોવિંદ પટેલ ,ભરૂચ જિલ્લા મંત્રી અજય મિશ્રા ઉપસ્થિત
થયા હતા .આ રેલી ખૂબ જ શિસ્તબદ્ધ રીતે સંપૂર્ણ થઈ હતી તથા DYSP ગોહિલે ,PI રાઠવાએ ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.