-
હાંસોટના ખરચ ખાતે આયોજન
-
દત્તાશ્રય આશ્રમમાં આયોજન
-
અખંડ દત્તબાવનીના પાઠનું આયોજન
-
હનુમાન યજ્ઞ યોજાશે
-
લીમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવાશે નામ
ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્ત બાવનીના અખંડ પાઠ તેમજ 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાનના બીડાથી સવા લાખ આહુતિ આપવામાં આવશે.
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમ માં 10 વર્ષની પૂર્ણતાને નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણી અંતર્ગત 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 24 કલાક સુધી ચાલનાર સંગીતમય દત્તબાવનીના અખંડ પાઠનું રહેશે, જેમાં આસપાસના ગામોના ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે.આવતીકાલે સાંજે 4 કલાકથી દત્તબાવનીનો પ્રારંભ થશે જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે.
આ ઉપરાંત, વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 1.25 લાખ પાનના બીડાની આહુતિ આપવામાં આવશે. સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમો યોજાશે.આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસરૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.
આ સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિ નિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલલુ મુકવામાં આવશે.આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે.સ્થાનિક ભક્તો અને ગામજનોમાં આ આયોજનને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
