• અંકલેશ્વરમાં આયોજન કરાયું

  • સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન

  • પરશુરામ જન્મોત્સવની ઉજવણી

  • મહાઆરતી-શોભાયાત્રા યોજાય

  • મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા

અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી એકમ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા.
અખાત્રીજ નિમિત્તે ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી સહિત રાજ્યભરમાં ભક્તિભાવથી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ખાતે પણ આ અવસરે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી એકમ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીઆઇડીસીમાં આવેલ એફડીડીઆઇ કોલેજ ખાતે ભગવાન પરશુરામની આરતી ઉતારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉ. કુશલ ઓઝા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારીક તેમજ બ્રહ્મ સમાજના આગેવાન ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા,ઉદ્યોગ અગ્રણી પ્રવીણ તેરૈયા સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા એફડીડીઆઈ કોલેજથી નીકળી જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી પૂર્ણ થઈ હતી જેમાં સમજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરી હતી.