અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી  નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર  આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેમાતુર ચોકડી નજીકની કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ આગની ચપેટમાં લીધી હતી.જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. લગભગ 15 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.