લખનઉ સુપર જાયન્ટ્સ IPLમાં પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. રવિવારની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 5 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ ઋષભ પંતની ટીમ બાકીની મેચો જીતીને પણ માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકે તેમ છે, જે પ્લેઓફ માટે પૂરતા નથી.
ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 203 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 204 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. છેલ્લી ઓવરમાં શિવમ દુબેએ સતત બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.ઉર્વિલ પટેલે 13 બોલમાં ફિફટી પૂરી કરી હતી. તેણે રાજસ્થાનના યશસ્વી જાયસ્વાલના સૌથી ઝડપી ફિફટીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી જોશ ઇંગ્લિસે 85 રન કર્યા હતા. તેણે 33 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં શહબાઝ અહમદે અણનમ 43 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી જેમી ઓવરટને 3 વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજને 2 વિકેટ મળી હતી, જ્યારે એક વિકેટ નૂર અહમદને મળી હતી.
