/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-129.jpg)
છેલ્લા ત્રણ દીવસથી જીલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જળ બંબાકારની સ્થિતી સર્જાઈ છે. આ વરસાદને પગલે નદીનાળા છલકાઈ ગયા છે, ડેમ પણ ભરાઈ ગયા છે. ત્યારે જીલ્લાની જીવાદોરી મણાતો સુખી ડેમમાં આપણ પાણીની નોંધપાત્ર આવક જણાઈ રહી છે. જેને લઈને આજે સુખીડેમમાથી પાણી છોડવામાં આવ્યું છે.
સાંબેલાધાર વરસાદને પગલે છોટાઉદેપુર જીલ્લામાં જળ બંબાકારની સ્થિતી સર્જાઈ છે. જેને લઈને ઠેર ઠેર નદીનાળા ભરાઈ ગયા છે.જીલ્લાના ડેમમાં પણ પાણીની નોધપાત્ર આવક થતાં પાણી છોડવામાં આવી રહ્યા છે. જીલ્લાની જીવાદોરી સમાન સુખીડેમમાં આજે વહેલી સવારથી જ બાવન હજાર પાણીની આવક નોધાઈ હતી અને સુખીડેમનું લેવલ ૧૪૫.૯૦ મીટર નોધાયું હતું જે છેલ્લા પાંચ વર્ષનું સૌથી હાઈએસ્ટ લેવલ નોધાયું હતું અને છ વર્ષના ગાળા બાદ રૂલ લેવલ જાળવી રાખવા માટે બપોરના સમયે ૩ વાગ્યે ૧૯ હજાર ક્યુસેક પાણીની આવક નોધાઈ અહતી એટલે ૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સુખી ડેમમાથી પાણી છોડવાની વાત અગાઉથી જાહેર કરાતા સુખીડેમ ઉપર પાણી જોવા માટે પ્રવાસીઓની સંખ્યા નોધપાત્ર વધારો થયો હતો.
સુખી ડેમમાથી પાણી છોડવાની જાહેરાત સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને નીચાણવાળા વિસ્તારના ૨૦ ગામોને સાવચેતી રાખવાની સૂચના આપી હતી.