Connect Gujarat
ગુજરાત

દિવ્યાંગ બાળાઓએ CM રૂપાણીને બાંધ્યું રક્ષાસૂત્ર!

દિવ્યાંગ બાળાઓએ CM રૂપાણીને બાંધ્યું રક્ષાસૂત્ર!
X

મુખ્યમંત્રી નિવાસ સ્થાને વિજય રૂપાણીએ રાજ્યભરમાંથી આવેલી બહેનોનો જમાવડો

સમગ્ર ભારતભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રવણ સુદ પૂનમના દિવસે મનાવમાં આવે છે. આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને વિજય રૂપાણીએ રાજ્યભરમાંથી આવેલી બહેનોનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં તેમને સીએમ વિજય રૂપાણીને રાખડી બાંધી હતી.

[gallery td_gallery_title_input="દિવ્યાંગ બાળાઓએ CM રૂપાણીને બાંધ્યું રક્ષાસૂત્ર!" td_select_gallery_slide="slide" size="large" ids="62635,62636,62637"]

આજે રક્ષાબંધન પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે ભાઇ બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વની ઉજવણી મુખ્યમંત્રી નિવાસે કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી ભાજપના મહિલા મોરચા અને સામાજીક-ધાર્મિક સંગઠનની બહેનોએ પણ વિજય રૂપાણીને રાખડી બાંધીને દિર્ધાયુ આયુની કામના કરી હતી.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને દિવ્યાંગ બાળાઓ પહોંચતા રૂપાણી ખુરશી પરથી નીચે ઊતરીને બનાવેલા વોકવે પર બેસી ગયા હતા અને દિવ્યાંગ દીકરીઓ પાસેથી રાખડી બંધાવી હતી.

શ્રાવણ મહિનાની પુનમના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે. આજે રક્ષાબંધનને નાળિયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાળિયેરી પુનમે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે. આ સિવાય દરિયાઈ માછીમારો પણ દરિયામાં નાળિયેર પધારી પોતાના દિવસની શરૂઆત કરતા હોય છે. રક્ષાબંધનના દિવસે રાજ્યના ઘણા મંદિરોમાં પણ અલગ રીત રિવાજ પ્રમાણે મનાવતા હોય છે.

Next Story