અંકલેશ્વર : રિક્ષામાં બેસેલા મુસાફરના પર્સમાંથી રૂ. 15 હજારની થઈ ચીલઝડપ, 5 શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

New Update
અંકલેશ્વર : રિક્ષામાં બેસેલા મુસાફરના પર્સમાંથી રૂ. 15 હજારની થઈ ચીલઝડપ, 5 શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નિલેષ ચોકડી નજીકથી રિક્ષામાં બેસેલ મુસાફરનું પર્સ ચોરી કરી તેમાંથી રૂપિયા 15 હજારની ચીલઝડપ કરી રિક્ષા ચાલક સહિત 5 શખ્સો ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, કરજણ તાલુકાના અટાલી ગામના જૂના ભિલવાડા ફળિયામાં રહેતા પરેશ વસાવા કે, જેઓ ગત રોજ કોઈક કામ અર્થે સુરત ખાતે ગયા હતા. જે પોતાનું કામ પતાવી પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા, તે દરમ્યાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નિલેષ ચોકડી ઓવરબ્રિજ નીચે ઊભા હતા, ત્યારે તે વેળા એક રિક્ષા પરેશ વસાવા પાસે આવી ઊભી રહી હતી.

જેમાં રિક્ષાચાલકે યુવાનને રિક્ષામાં બેસાડી ભરૂચ તરફ જવા નીકળ્યો હતો, ત્યારે રિક્ષામાં બેસેલા અન્ય મુસાફરોએ બેસવામાં તકલીફ પડતાં યુવાનને આગળ પાછળ ખસવાનું કહ્યું હતું. જોકે યુ.પી.એલ. કંપની નજીક યુવાનને રિક્ષામાંથી ઉતારી મૂકી તેનું પર્સ નીચે ફેંકી પર્સમાં રહેલા રૂપિયા 15 હજાર રોકડા લઈ ફરાર થઈ ગયા હતા, ત્યારે ચીલઝડપ કરનાર રિક્ષાચાલક સહિત 5 શખ્સો વિરુધ્ધ શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories