Connect Gujarat
Featured

કોરોના સંકટ: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું - રસીનો અભાવ એક ગંભીર સમસ્યા છે, 'ઉત્સવ' નહીં

કોરોના સંકટ: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું - રસીનો અભાવ એક ગંભીર સમસ્યા છે, ઉત્સવ નહીં
X

કોરોના રસીના અભાવના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પૂછતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને વેક્સિનનું નિકાસ શું યોગ્ય છે? આ દરમિયાન તેમણે વડા પ્રધાનને આડે હાથ પણ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વધતી કોરોના સંકટમાં રસીનો અભાવ એ ખૂબ ગંભીર સમસ્યા છે, ઉજવણી નહીં.

https://twitter.com/RahulGandhi/status/1380383596230283267

રાહુલ ગાંધીએ કહ્યું, "વધતી કોરોનાના સંકટમાં, રસીનો અભાવ એ 'ઉત્સવ' નહીં, ઘણી ગંભીર સમસ્યા છે. આપણાં દેશવાસીઓને જોખમમાં મૂકીને રસીનું આની દેશોમાં નિકાસ શું યોગ્ય છે?, કેન્દ્ર સરકારે પક્ષપાત વિના તમામ રાજ્યોની મદદ કરવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને આ રોગચાળાને હરાવવા પડશે.''

તમને જણાવીએ કે, દેશના ઘણા રાજ્યોએ કોરોના રસીની માત્રાના અભાવ વિશે કેન્દ્ર સરકારને જાણ કરી હતી. રાજ્યો દ્વારા અપાયેલી આ માહિતી બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા રસી અંગે એક પક્ષ રાખ્યો હતો.

હર્ષવર્ધને કહ્યું હતું કે "ચાલો હવે ડરનો અંત કરીએ. કોરોના રસીના 9 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યો પાસે 4.3 કરોડનો સ્ટોક છે. અછતનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? અમે સતત દેખરેખ રાખીએ છીએ અને સપ્લાય વધારીએ છીએ."

ઘણા રાજ્યોએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર અમારી સામે ભેદભાવ કરી રહી છે અને રસીના ટૂંકા સપ્લાયને કારણે અમારે રસીકરણ કેન્દ્રો બંધ કરવા પડશે. મહારાષ્ટ્રને અત્યાર સુધી રસીના 1 કરોડ 61 લાખ 9 હજાર 190 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 91 લાખ 18 હજાર 350 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર 15 લાખ 840 ડોઝ બાકી છે.

જ્યારે ઓડિશાને રસીના 43 લાખ 44 હજાર 140 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 37 લાખ 87 હજાર 520 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર 5 લાખ 56 હજાર 620 ડોઝ બાકી છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 58 લાખ 19 હજાર 530 ડોઝ રસી આપવામાં આવી છે. જેમાંથી 50 લાખ 13 હજાર 300 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ હવે રાજ્યમાં માત્ર 8 લાખ 6 હજાર 230 ડોઝ બાકી છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં રસીના 92 લાખ 9 હજાર 330 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 83 લાખ 24 હજાર 950 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર 8 લાખ 84 હજાર 380 ડોઝ બાકી છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધી રસીના 13 લાખ 36 હજાર 100 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ 66 હજાર 930 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ રાજ્યમાં માત્ર એક લાખ 69 હજાર 170 ડોઝ બાકી છે.

Next Story