કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 850 નવા કેસ નોધાયા, 7 દર્દીના મોત

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 850 નવા કેસ નોધાયા, 7 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 850 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે 920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,41,845 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4285 થયો છે.

રાજ્યમાં હાલ 10435 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,27,128 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 10372 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 850 નવા નોધાયલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 172, સુરત કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશનમાં 105, રાજકોટ કોર્પોરેશનમાં 61, સુરતમાં-32, રાજકોટ 31, , દાહોદ-30, વડોદરા 30, કચ્છ 26, મહેસાણા 22, ભાવનગર કોર્પોરેશન 19, પંચમહાલ 16, જામનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન-13, અને ખેડા 13 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં-2, અને વડોદરામાં 1 દર્દીના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આજે કુલ 920 દર્દી સાજા થયા હતા અને 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 94,37,105 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.91 ટકા છે.

Read the Next Article

ચૂંટણી અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને આપી મોટી રાહત, બિહારમાં 125 યુનિટ વીજળી મફત મળશે

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે.

New Update
ggggguj

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. 

વાસ્તવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર x હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે "અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને ફાયદો થશે." બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે

CM નીતિશ કુમારે આગળ લખ્યું હતું કે, "અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલુ ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે.

Latest Stories