કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 875 નવા કેસ નોધાયા,1004 દર્દીઓ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 875 નવા કેસ નોધાયા,1004 દર્દીઓ થયા સાજા
New Update

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હવે દિવસે દિવસે ઘટી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 875 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 4 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 થયો છે. રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે.

ગુજરાત રાજ્યમાં આજે 875 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 49, વડોદરામાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 36, પાટણમાં 23, જામનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 18, ભરૂચમાં 16, પંચમહાલમા 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 4 દર્દીઑના કોરોનાને કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1004 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,536 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,432 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

#Connect Gujarat #CMO Gujarat #COVID19 #CM Vijay Rupani #DyCM Nitin Patel #jayanti ravi
Here are a few more articles:
Read the Next Article