ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી છે. કેપ્ટનશીપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટીમ ઈન્ડિયાનો આ પહેલો પ્રવાસ છે. ભારતીય ટીમ 16 ડિસેમ્બરે મુંબઈથી રવાના થઈને દક્ષિણ આફ્રિકાના ગૌટેંગ પહોંચી હતી. અહીં ટીમ ઈન્ડિયા રિસોર્ટ પહોંચી, જ્યાં તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું.
BCCIએ ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પહોંચવાનો વીડિયો મૂક્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટીમ ઈન્ડિયા રિસોર્ટ પહોંચતાની સાથે જ ત્યાં તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. વિરાટ કોહલી, ઋષભ પંત, અજિંક્ય રહાણે સહિત ઘણા સ્ટાર્સ પોતાનો ટેસ્ટ કરાવી રહ્યા છે.
From Mumbai to Jo’Burg! 👍 👍
Capturing #TeamIndia‘s journey to South Africa 🇮🇳 ✈️ 🇿🇦 – By @28anand
Watch the full video 🎥 🔽 #SAvINDhttps://t.co/dJ4eTuyCz5 pic.twitter.com/F0qCR0DvoF
— BCCI (@BCCI) December 17, 2021
આ સિવાય રિસોર્ટના સ્ટાફે પણ વિરાટ કોહલી એન્ડ કંપનીનું ખાસ સ્વાગત કર્યું હતું. સ્ટાફે આફ્રિકાનું પ્રાદેશિક નૃત્ય રજૂ કર્યું હતું અને ટીમ ઈન્ડિયાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શ્રેયસ અય્યર પણ ધ્રૂજતો જોવા મળ્યો હતો.
