ભરૂચના જંબુસર તાલુકામાં મગરના હુમલાનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે.થોડા દિવસો અગાઉ મગણાદ ગામે ખેતરમાં કામ કરતા શ્રમજીવી ઉપર હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી અને ચાર દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું ત્યારે આજરોજ કુંઢળ ગામે અસહ્ય ગરમીના લીધે પિતા પુત્ર નદીએ નાહવા ગયા હતા નદીમાં નહાતી વખતે મગરે નિલેશ રાઠોડના પગ પર મગરે હુમલો કર્યો હતો પુત્રએ બૂમોબૂમ કરતા નવીનભાઈ રાઠોડએ મગરના મુખમાંથી પુત્રને બચાવી લીધો હતો. મગરના હુમલામાં પુત્રને ઇજા પહોંચતા 108 એમબ્યુલન્સ ડવાઈએ તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયો હતો.
ભરૂચ: જંબુસરના કુંઢળ ગામે નદીમાં નાહી રહેલ પિતા-પુત્ર પૈકી પુત્ર પર મગરનો હુમલો, પિતાએ પુત્રનો જીવ બચાવ્યો
નદીમાં નહાતી વખતે મગરે નિલેશ રાઠોડના પગ પર મગરે હુમલો કર્યો હતો પુત્રએ બૂમોબૂમ કરતા નવીનભાઈ રાઠોડએ મગરના મુખમાંથી પુત્રને બચાવી લીધો ભરૂચ | ગુજરાત | સમાચાર |
