ભરૂચ શુકલતીર્થ ગામની આંબાવાડી વિસ્તારમાં આવેલ તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.સ્થાનિક પરેશ પટેલે મગરને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ નેચરલ પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશ કથીત, દિવ્યેશ અને ધવલ માટોકર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તળાવ પાસે પાંજરું મૂકવામાં આવ્યું અને મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો હતો.
ભરૂચ: શુકલતીર્થના આંબાવાડી વિસ્તારમાં તળાવમાં મગર નજરે પડતા ફફડાટ, વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યો
વન વિભાગના દ્વારા તળાવ પાસે પાંજરું મૂકી મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો ભરૂચ | સમાચાર
