વડોદરાથી પાવાગઢના માચી સુધી 50 કિમી લાંબી સાયકલ યાત્રા અંકલેશ્વરના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને હિરેન પ્રજાપતિએ સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી.

એપ્રેયુવ દે ફોર્સ અંતર્ગત બરોડા સાયક્લિંગ ક્લબ અને વડોદરા મેરેથોનના સહયોગથી તા. 7 મે 2022ના રોજ વડોદરાથી પાવાગઢના માચી સુધી 50 કિમી લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્વતનો ઢોળાવ ચઢાવવા વધારે એનજીઁની જરૂર પડતી હોય છે, ત્યારે અંકલેશ્વરના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને હિરેન પ્રજાપતિએ સફળતા પૂર્વક આ યાત્રા પૂર્ણ કરી હતી. સાથે જ ભરૂચ તથા અંકલેશ્વર શહેરના સાયક્લિસ્ટો આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કરે તેવી બન્ને સાઈક્લિસ્ટો જનતાને અપીલ કરી હતી. આ પ્રસંગે બન્ને સાઈક્લિસ્ટોનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.