ડભોઇ : બુટલેગરનો ગજબનો કિમિયો, પાણીના ટેન્કરમાં સંતાડયો દારૂનો જથ્થો

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં
બુટલેગરો દારૂની ખેપ મારતાં હોય છે. ડભોઇના બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા માટે
ગજબનો કિમિયો અજમાવ્યો પણ પોલીસની નજરથી તે બચી શકયો ન હતો. પોલીસે પાણીના
ટેન્કરમાં સંતાડેલી વિદેશી દારૂની 1,632 જેટલી પેટીઓ ઝડપી પાડી છે.
આપના સ્ક્રીન પર જલધારા લખેલું પાણીનું ટેન્કર જોઇને
લાગતું હશે કે આ ટેન્કરથી પાણીનું વહન કરવામાં આવતું હશે પણ તમારી ધારણા સદંતર
ખોટી છે. જલધારા લખેલા આ ટેન્કરમાંથી પોલીસે વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપી પાડયો
છે.
ડભોઇ પંડ્યા શેરીમાં રહેતા ગીરીશ જયસ્વાલ અને રાજુ
જયસ્વાલએ નાંદોદી ભાગોળ ના ચોતરીયા પીર દરગાહ નજીક આવેલા તળાવના કિનારે જાદવ આહીરના તબેલા ની સામે
રસ્તા પર એક પાણી ભરવાના ટેન્કરમાં દારૂ છુપાવી રાખ્યો હોવાની બાતમી વડોદરા ગ્રામ્ય
એલસીબીને મળી હતી. જેના આધારે દરોડો પાડી ટેન્કરની તલાશી લેવામાં આવી હતી. જેમાં 6 લાખ રૂપિયા ઉપરાંતની
કિમંતની વિદેશી દારૂની 1,600થી વધારે પેટી મળી આવી હતી. પોલીસે ટેન્કર અને દારૂ કબજે લઇ બંને બુટલેગર
ભાઇઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.