New Update
રાજ્ય સરકારના આદેશ બાદ કાર્યવાહી
રેશનકાર્ડ ધારકોને તંત્રએ નોટીસ પાઠવી
પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકો અનાજ લેતા હોવાનું બહાર આવ્યું
નોટીસ પાઠવી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ
કોંગ્રેસે તંત્રની કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ
ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાભરની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશનકાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકો હોય આ તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર જંબુસર મામલતદાર એન.એસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારની સૂચના હેઠળ 25 હજાર ઉપરાંત રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં 20,895 રેશનકાર્ડ ધારક જમીનદારો, ચાર રેશનકાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશનકાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર, તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાનું બહાર આવ્યું હતુ. આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાત દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે, પૂર્તતા નહીં થાય તેવા ગ્રાહકોના નામ રદ કરાશે.
આ પ્રકારની કામગીરી ભરૂચના અન્ય તાલુકા અને સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાઠવાયેલ નોટીસોમાં PM-KISAN યોજના અથવા જમીન માલિકીના આધાર પર રેશનકાર્ડ રદ કરવા જણાવાયું છે, જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ, 2013 તથા બંધારણની કલમ 21 જીવન અને આહારના હકનું ખુલ્લું ઉલ્લંઘન છે. જમીનની માલિકી આર્થિક સ્થિતિનું સાચું પ્રતિબિંબ નથી. સંયુક્ત કુટુંબોમાં વારસાઈ વહેચણ બાદ હિસ્સો નહિવત રહે છે અને ખેડૂતોની આવક પૂરતી નથી. આવી સ્થિતિમાં અનાજ કાપવુએ લોકોના પેટ પર લાત મારવા સમાન છે.
Latest Stories