દાદરા નગર હવેલી : પોલીસની કનડગતથી ત્રસ્ત રીકશાચાલકે શરીર પર ઝીંકયા ચપ્પુના ઘા

New Update
દાદરા નગર હવેલી : પોલીસની કનડગતથી ત્રસ્ત રીકશાચાલકે શરીર પર ઝીંકયા ચપ્પુના ઘા

દાદરા નગર હવેલીના દાદરા ગામે પોલીસની હેરાનગતિથી ત્રસ્ત રીકશાચાલકે પોલીસ સ્ટેશનની સામે જ હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. તેણે જાતે જ શરીર પર ચપ્પુના ઘા મારી દીધાં હતાં. હાલ આ ઘટનાનો વિડીયો વાઇરલ થઇ રહયો છે.

સુજીતકુમાર નામનો યુવાન જે ગત અઠવાડિયે દાદરા પોલીસ સ્ટેશનથી થોડે દુર એક દુકાનમાં સામાન લેવા માટે ઉતર્યો ત્યારે અચાનક બે પોલીસ આવીને રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી રીકશાને ડીટેઇન કરી લીધી હતી. પોલીસ સ્ટેશન જઇ તેણે રીકશા ડીટેઇન કરવા અંગેના કારણની પૃચ્છા કરી પણ પોલીસે દસ્તાવેજોની માંગણી કરી હતી. એક અઠવાડીયા સુધી તે પોલીસ સ્ટેશન,આરટીઓ ઓફિસ તેમજ સેલવાસ ટ્રાફિક વિભાગની કચેરીના ધક્કા ખાઈ રહ્યો હતો,પણ એને યોગ્ય જવાબ મળતો ન હતો.

કચેરીઓના ધક્કા ખાઈને કંટાળી ગયેલ સુજીત દાદરા પોલીસ સ્ટેશનની સામે જ એક ધારદાર ચાકુ લઈને રસ્તાની વચ્ચે જ ઉભો રહી ચાકુ ગળા પર મુકી અને હાથ પર પણ ઇજા પહોચાડતાં જેનાથી દાદરા પોલીસની ટીમ દોડતી થઇ હતી. તેણે બુમો પાડી હતી કે પોલીસવાળા મારી રીક્ષા આપતા નથી જેથી અહીં જાહેરમા જ હુ આત્મહત્યા કરુ છું. ઘટનાના પગલે લોકટોળું એકત્ર થયું હતું. કેટલાક યુવાનોએ સુજીતને સમજાવીને તેના હાથમાંથી ચપ્પુ લઇ લીધું હતું અને પોલીસ સ્ટેશન પર લઇ જઈ સુજીતને રીક્ષા અપાવી હતી. પોલીસવાળાઓની દાદાગીરીથી ત્રસ્ત યુવાનનું કૃત્ય શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું.

Latest Stories