/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Untitled-1-copy.JPG-4.jpg)
કંપનીમાં કામ માટે બાંધેલ માંચડો છોડતા બની ઘટના
દહેજ ખાતે આવેલ GFL કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા ૪ કામદારો ૧૮ ફૂટની ઊંચાઇએથી પટકાતા ઘાયલ થયા હતા. હાલ તો તમામને સારવાર હેઠળ ખસેડાયા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર તા.૧૭મીના રોજ દહેજની GFL કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા ૯ જેટલા કામદારો કંપનીમાં કામ અર્થે બાંધેલ માંચડો (સ્કેફોલ્ડર) છોડતા હતા. દરમિયાન એકાએક માંચડો પલ્ટી મારતા માંચડા પરથી ૪ કામદારો ૧૮ ફૂટ ઊંચાઇએથી નીચે પટકાયા હતા. ઊંચાઇએથી પટકાવાના પગલે રામલાલ રાય, રામ કિશોર કુમાર અને કમલેશ્વર રામ નામના કામદારને ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે તેમન અપૈકીના એકને સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટનામાં ઘાયલ ત્રણેવ કામદારોને તત્કાલ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં ત્રણેવને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
હાલમાં ઘટના અંગે પોલીસે જાણ કરાયાની કોઇ માહિતિ સાંપડી રહી નથી.