/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-254.jpg)
દાહોદ જિલ્લાના એક ગામમાં પ્રેમીની નજર સામે જ પ્રેમિકા સાથે ત્રણ યુવાનોએ સામુહિક દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પ્રેમી સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના એક ગામની 19 વર્ષીય યુવતીને ઝાલોદ તાલુકાના આંબા ગામનો રહેવાસી અને તેનો પૂર્વ પ્રેમી અજિત બારિયા બળજબરી પૂર્વક લગ્નના ઇરાદે દાહોદના રામપુરા ખાતેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો તે સમયે બે બાઇક પર ત્રણ અજાણ્યા યુવાનો ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમણે અજિત બારીયાને માર મારી તેને બાંધી દીધો હતો. તેની સાથે રહેલી યુવતીના પણ હાથ બાંધી ત્રણેય યુવાનોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ ત્રણેય યુવતીએ પહેરેલા ઘરેણાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. યુવાનોની ચુંગાલમાંથી છુટેલી યુવતીએ તેના માતા-પિતાને ઘટનાની જાણ કરી હતી. યુવતીએ દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ એકશનમાં આવી હતી. અને ગણતરીના સમયમાં માતવાના મનુ પલાસ, રાબડાલના સુરમલ માવી, ખારીવાવના શૈલેષ ડામોર અને યુવતીના પ્રેમી અજિત બારીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.