દાહોદઃ 47 લાખની લૂંટ પ્રકરણમાં પોલીસને મળી સફળતા, 9 વર્ષ બાદ ઝડપાયો આરોપી

New Update
દાહોદઃ 47 લાખની લૂંટ પ્રકરણમાં પોલીસને મળી સફળતા, 9 વર્ષ બાદ ઝડપાયો આરોપી

વર્ષ 2009માં ગોધરાથી મોડાસા જતી કાજુ ભરેલી એક ટ્રકને રોકી લૂંટ કરી 24 કલાક સુધી ફેરવી હતી

દાહોદ જિલ્લામાં છેલ્લા નવ વર્ષથી ફરાર અને રૂપિયા 47 લાખના લૂંટનો આરોપીને દાહોદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આરોપીને તેના વતન ફલસુન્ડતા પોખરણ જિલ્લા જેસલમેર, રાજસ્થાનથી ઝડપી પાડી જેલનાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

વર્ષ 2009માં ગોધરાથી મોડાસા જતી ટ્રકને રોકી લૂંટ કરી 24 કલાક સુધી ફેરવી તેમાંથી 13,000 કીલો કાજુ જેની કીંમત રૂપિયા 39.00.000 તથા 2000 કીલો કાપડ જેની કીંમત રૂપિયા 1.20.000 તેમજ રોકડ રકમ રૂપિયા 17000, ટ્રકની કીંમત રૂપિયા 7 લાખ મળી કુલ કીંમત રૂપિયા 47.37.000 ની લુંટ કરી અને ટ્રકને દેવગઢ બારીયા તાલુકાના માંડવ ગામે મુકી આરોપી ફરાર થયો હતો. દાહોદ પોલીસે દેવગઢ બારીયા પોલિસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેના આરોપીને દાહોદ પોલીસે જેસલમેર જિલ્લાનાં ફલસુનિડા ગામેથી ઝડપી પાડ્યો હતો. આરોપી કેટલાય ગુનામાં સંડોવાયેલ છે. તેની તપાસ માટે પોલીસ આરોપી નાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Latest Stories