/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-176.jpg)
દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકમાં અર્ધનગ્ન હાલતમાં કિન્નરોએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર બનાવનો વીડિયો હાલ સોસીયલ મીડીયામાં વાયરલ થયો છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલા વરોડ ટોલ નાકા ઉપર કિન્નરો વાહન ચાલકો પાસે ઉઘરાણું કરી રહ્યા હતા. તે વેળાએ લીમડી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે કિન્નરોને ઉઘરાણું કરતા રોક્યા હતા, ત્યાર બાદ કિન્નરોએ ભેગા મળી લીમડી પોલીસ મથક ખાતે આવી પહોચી અર્ધનગ્ન અવસ્થામાં હોબાળો મચાવ્યો હતો. કિન્નરોએ અપશબ્દો બોલી લીમડી પોલીસ સ્ટેશનને તમાશબીન બનાવી દીધું હતું જેનો વીડિયો સોસીયલ મીડીયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. અર્ધનગ્ન હાલતમાં લીમડી પોલીસ સ્ટેશન ખાતે આવી હોબાળો મચાવવા મુદ્દે પોલીસ કિન્નરો કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધશે કે નહિ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી હતી.