/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-90.jpg)
દાહોદ જિલ્લાના ગડોઈ ગામમાં રાવણનું મંદિર આવેલું છે અને લોકો આજે પણ આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો રાવણની પુજા કરે છે. દશેરાના દિવસે દેશભરમાં આસુરી શકિતના પ્રતિક સમાન રાવણનું દહન કરાઇ છે ત્યારે ગડોઇ ગામમાં લોકો રાવણની પૂજા કરે છે.
દશેરાના દિવસે ભારતભરમાં રાવણ દહનનો કાર્યક્ર્મ યોજાતો હોય છે ત્યારે દાહોદથી 8 કિમી ના અંતરે આવેલા ગડોઈ ગામમાં આવેલા રાવણના મંદિરમાં રાવણની પૂજા કરવામાં આવે છે. લોક માન્યતા એવી છે કે વર્ષો પહેલા રાવણ જ્યારે દુનિયાનો છેડો જોવા નીકળ્યો ત્યારે ગડોઈ ગામમાં આગમન થયું અને એક વૃક્ષ નીચે બેઠા પછી ત્યાંથી રાવણ ઉભો થઇ શકયો ન હતો અને આ સ્થળે આ મંદિરની સ્થાપના થઇ હતી. અહીં એક વૃક્ષની નીચે રાવણની મુર્તિ સહિત અનેક કોતરણી વાળા પથ્થરો આસપાસ વિખરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે લોકોની એવી પણ અપેક્ષા છે કે સરકાર એક મંદિર બનાવી આપે.લોકો આસ્થા અને શ્રધ્ધા સાથે દશેરાના દિવસે રાવણની પુજા કરે છે તે સિવાય પણ વર્ષ દરમિયાન અનેક લોકો અહી દીવો પ્રગટાવે છે એટલું નહિ લોકો પોતાના ઘરે શુભ પ્રસંગની પત્રિકા પણ રાવણને અર્પણ કરી રાવણને પ્રસંગમાં આવવા માટે આમંત્રણ આપે છે. લોકોની શ્રધ્ધા છે કે રાવણને લીધે ગામમાં સુખાકારી પણ છે અને જે વૃક્ષ નીચે રાવણની મુર્તિ છે તે વૃક્ષના પાંદડાનો રસ પીવાથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે.