ડાકોર : રણછોડરાય મંદિરે જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ

New Update
ડાકોર : રણછોડરાય મંદિરે જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમીની કરાઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને અત્યારથી જ રંગબેરંગી રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે.

યાત્રાધામ ડાકોર ખાતે કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગોકુળ આઠમના દિવસે રાત્રે બરાબર ૧૨ કલાકે ડાકોર ધામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે.. ત્યાર બાદ કૃષ્ણજીની આરતી કરી પંજરીના પ્રસાદનું વિતરણ કરાશે. ડાકોરધામ ભક્તિમય માહોલમાં ભજન સત્સંગ સહિત "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"નાં નાદ સાથે ગુંજી ઉઠશે. અત્યારથી ડાકોર મંદિરનો સુશોભિત ઝગમગાટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. મંદિરમાં દિવા દાંડી પણ રંગ બેરંગી પ્રકાશથી લોકોના મન મોહી રહી છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન રણછોડરાયજીને ખાસ સોના-ચાંદી અને હિરા જડીત મુગટ સહિત સુંદર વાઘા પહેરાવવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે ખેડા જિલ્લા પોલીસ દ્વારા મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.

Latest Stories