Connect Gujarat
Featured

ડાંગ : સરકારનો આદેશ આવતા જ સાપુતારા ચેકપોસ્ટ પર RTPCR રિપોર્ટની ચકાસણી શરૂ

ડાંગ : સરકારનો આદેશ આવતા જ સાપુતારા ચેકપોસ્ટ પર RTPCR રિપોર્ટની ચકાસણી શરૂ
X

મહારાષ્ટ્ર ગુજરાતને જોડતી સાપુતારા બોર્ડર પરની ચેકપોસ્ટ ઉપર કોરોનાનો RT PCR રિપોર્ટ ફરજીયાત કરી દેવાયો છે. રાજ્યની દરેક ચેકપોસ્ટ પર રિપોર્ટ ફરજિયાત કરતું જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડ્યું છે. જેથી જો કોઈ પ્રવાસી પાસે કોરોનાનો રિપોર્ટ નહીં હોય તો તેને મહારાષ્ટ્રમાં પરત મોકલવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકારી પ્રશાસન વિવિધ પગલાઓ ભરી રહી છે. બાહરી રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કર્યો છે. રાજ્યની દરેક આંતરરાજ્ય ચેકપોસ્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટની ચકાસણી બાદ જ મુસાફરોને રાજ્યમાં પ્રવેશ આપવા નિર્દેશ અપાયો છે. જેના કારણે ડાંગ જિલ્લાની સાપુતારા ચેકપોસ્ટ ઉપર ફરજીયાત RT PCR ટેસ્ટ રિપોર્ટ ચેક કરવામાં આવી રહયો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ઉપર આવન જાવન કરનાર દરેક મુસાફરો પાસેથી રિપોર્ટ મેળવ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહ્યો છે. અને રિપોર્ટ વિના આવનારા પ્રવાસીઓને મહારાષ્ટ્ર પરત મોકલવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાં વાઈરસનાં વધી રહેલા કેસોનાં કારણે સાપુતારામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાપુતારા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવનાર તમામ પ્રવાસીઓનાં RT PCR રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યો છે. RT PCR રિપોર્ટ નાં હોય તો મુસાફરોને પાછા ફરવું પડે છે. અને રિપોર્ટ મેળવ્યાં બાદ જ તેઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. ઘણા પ્રવાસીઓ RT PCR રિપોર્ટ ભૂલી ગયાં હોવાનાં કારણે સોસીયલ મીડિયા ઉપર રિપોર્ટ મંગાવી પ્રવેશ મેળવી શકે છે. જોકે અહીં ફરજીયાત RT PCR રિપોર્ટ નો આદેશ આપતાં મુસાફરો અટવાયાં છે. જે મુસાફરો જોડે RT PCR રિપોર્ટ નાં હોય તેઓને પરત ફરવાનો વારો આવે છે. આ ઉપરાંત નજીક માં RT PCR ચેક કરવાની સુવિધાઓ ન હોવાના કારણે આરોગ્ય વિભાગની બેદરકારી પણ સામે આવી છે.

Next Story