રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને વડોદરામાં ક્ષત્રિય સમાજના વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માગને લઈ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને વડોદરામાં ક્ષત્રિય સમાજના વકીલો પણ સામે આવ્યા છે. આ મામલે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય તો ક્ષત્રિય વકીલો દ્વારા બદનક્ષીનો દાવો નોંધવામાં આવશે. આ સાથે જ જો ટીકીટ રદ્દ નહીં કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાને વડોદરા નામદાર કોર્ટ સુધી લાવવાની પણ વડોદરાના ક્ષત્રિય વકીલોએ ચીમકી ઉચ્ચારી છે.