દિલ્હી : કોરોનાના વધતાં કેસોએ સરકારની ચિંતા વધારી, અમિત શાહે બોલાવી તત્કાળ બેઠક

New Update
દિલ્હી : કોરોનાના વધતાં કેસોએ સરકારની ચિંતા વધારી, અમિત શાહે બોલાવી તત્કાળ બેઠક

પાટનગર દિલ્હીમાં કોરોનાના વધતા ત્રાસને જોતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સૂચનાથી આજે સાંજે 5:00 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં દિલ્હીમાં કોરોનાના વધતા જતા કહેરને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે દિલ્હીમાં દરરોજ કોરોનાનાં નવા કેસો સામે આવી રહ્યાં છે. દિવાળીની સાંજે દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, એક દિવસમાં કોરોનાથી ચેપના 7340 નવા કેસ નોંધાયા હતા.

દરરોજ વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર દિલ્હી સરકારની સાથે-સાથે સક્રિય થઈ ગઈ છે. ગૃહ પ્રધાન અમિત શાહે કોરોનાને લઈને તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠક 15 નવેમ્બરની સાંજે યોજાવાની છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ બેઠકમાં ભાગ લેશે. ગૃહ પ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે.

મળતી માહિતી મુજબ લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હીના મુખ્ય પ્રધાન સાથે દેશના આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન પણ આ બેઠકમાં ભાગ લેશે. દિલ્હીના અન્ય ઘણા અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક ગૃહ મંત્રાલયમાં જ મળશે. નોંધપાત્ર વાત એ છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં, નવો રેકોર્ડ બનાવી વધતા જતા કોરોના કેસોએ દિલ્હી સરકારને ચિંતામાં મૂકી દીધી છે.

દિવાળીની સાંજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 7340 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 96 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં. જો કે, તે જ સમયગાળા દરમિયાન 7117 દર્દી સાજા પણ થયા હતા. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 44456 પર પહોંચી ગઈ છે. રાજધાનીમાં સક્રિય કેસના સંદર્ભમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

Latest Stories