પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા આયોજન
કાવડ યાત્રાનું આયોજન કરાયું
400 કાવડયાત્રીઓ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા
હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા આયોજિત ૩૬મી કાવડયાત્રા ભરૂચના દશાશ્વમેઘ મેઘઘાટ ખાતે આવી પહોંચી હતી જ્યાંથી પાવન સાલીલા માં નર્મદાનું જળ ભરી સુરતના વિવિધ શિવાલયોમાં જળાભિશેક કરવામાં આવશે.
ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધના ખાતે કાર્યરત શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત 36મી ભવ્ય કાવડ યાત્રા ભરૂચના દશાશ્વેર ઘાટ ખાતે ઉમંગભેર પહોંચી હતી.પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે મા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી, તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો.પ્રારંભે માત્ર 11 કાવડમિત્રોથી શરૂ થયેલી આ યાત્રા આજે લગભગ 400થી વધુ ભક્તો સાથે ભક્તિમય ઉર્જાથી ગુંજી ઉઠી હતી.
યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી, ભજન અને સાધનાની સુંદર ભક્તિમય ભાવના દર્શાવતા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.આ વર્ષે યાત્રા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અભિયાન પણ જોડાયું છે જે અંતર્ગત લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવામાં આવશે.