અમદાવાદ: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના અપહરણ બાદ કરવામાં આવી હત્યા,ચકચારી બનાવમાં 8 આરોપીની ધરપકડ

અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
અમદાવાદ: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના અપહરણ બાદ કરવામાં આવી હત્યા,ચકચારી બનાવમાં 8 આરોપીની ધરપકડ

અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સૂરજ ભૂવાજી ઉર્ફે સુરજ સોલંકી અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન આપીને સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં. 19 જૂનના રોજ ધારા, સૂરજ ભુવાજી અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું.જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન કારની પાછળની સીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો. જે બાદ આ ધારા ફરાર થઈ હોવાનુ નાટક કર્યુ હતું. અગાઉ સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો.

Latest Stories