પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે આજરોજ ઠેર ઠેર ચોપડા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાવિક ભક્તોએ જોડાય ધન્યતા અનુભવી હતી..
પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ દીપોત્સવ પર્વ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દિવાળીના પર્વ નિમિત્તે ચોપડાપૂજન કરવાનું અનેરું મહત્વ છે ત્યારે આજરોજ કનેક્ટ ગુજરાત કાર્યાલય અને પ્રો લાઈફ કંપનીની કોર્પોરેટ ઓફિસ ખાતે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાશ્ત્રોક્ત વિધિ અનુસાર દેવી સરસ્વતી અને મહાલક્ષ્મી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રો લાઈફ ગ્રૂપના સંસ્થાપક સ્વ.એમ.એસ.જોલીના આશીર્વાદ મેળવી પ્રો લાઈફગ્રૂપના એમ.ડી.કરણ જોલીએ પોતાના પરિવાર અને કંપનીના અન્ય ડિરેક્ટરો સાથે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી