અંકલેશ્વર: પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે.

New Update

ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી

અંકલેશ્વરમાં શ્રીજીની પ્રતિમાઓને અપાયો આખરી ઓપ

પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા માટીની પ્રતિમાનું નિર્માણ

નર્મદા નદીની માટીમાંથી બનાવાય છે પ્રતિમા

ગણેશ મંડળો પણ માટીની પ્રતિમા તરફ વળ્યા

અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાને આખરીઓ આપી રહ્યા છે.અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે.
પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે.આ મૂર્તિકારો દ્વારા બે ફૂટ થી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે. જેને ખરીદવા માટે ભરૂચ,કીમ વાલીયા, નેત્રંગ સહિતના પંથકમાંથી ગણેશ મંડળો આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે
#Sriji Pandal #ગણેશ મહોત્સવ #ઇકો ફ્રેન્ડલી ગણપતિ #ગણપતિની મૂર્તિ #મૂર્તિકાર #Ganesh Utsav #શ્રીજીની પ્રતિમા #Sriji's Statue #Ganesh Chaturthi #Bharuch Ganesh Utsav
Here are a few more articles:
Read the Next Article